સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુજરાતની લોકપ્રિય લોક ગાયિકા રેખા વાળા સાવરકુંડલા શહેરનાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિરની મુલાકાતે. ભજન સાથે ભોજનનો અનોખો સંગમ આમ પણ સંગીત અને ગાયન આ બંને ઈશ્ર્વરીય મહેરબાનીનો પ્રસાદ છે. રેખા વાળા આમ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ જ્યાં ગુજરાતીઓ વસે છે એવા વિસ્તારોમાં પણ અનેક પોતાના લોકગીત અને ભજન સંધ્યાના કાર્યક્રમો કરી ચૂક્યા છે. આ માનવમંદિરની મુલાકાતે પધારી ખુદ સ્યંમ આ માનવમંદિરની મનોરોગી બહેનોને ખૂબ જ ભાવથી ભોજન પીરસતાં પણ જોવા મળેલ. અને પોતે કલાના ઉપાસક હોય ભોજનની સાથે જ ભજનની સૂરાવલી પણ છેડી. અને આમ ભજન અને ભોજનનો માનસિક આનંદ આ મનોરોગી બહેનોની સાથે માણતાં જોવા મળેલ. આમ તો આ માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ પોતે પણ એક અચ્છા ભજનીક પણ છે. પરંતુ હાલ તો આ મનોરોગી બહેનોની સારસંભાળ અને જતન એ જ એનું સાચું ભજન હોય છતાં સમય મળ્યે સારેગમના સૂર અને તાલની સંગત પણ કરી લે છે. બસ આ નિજાનંદ અને સેવાના સત્યને સાર્થક કરવા એ જ એમનું લક્ષ્ય છે.


