Gujarat

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર બુલેટ પ્રૂફ વ્હીકલ સાથે સીઆઈએસએફ જવાન તૈનાત

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટની સુરક્ષા સીઆઈએસએફ જવાન દ્વારા કરવામાં આવે છે. ત્યારે હવે સીઆઈએસએફ જવાનોને એરપોર્ટ ઓપરેટર દ્વારા બુલેટ પ્રૂફ વાહન આપવામાં આવ્યું છે. જવાનો સુરક્ષાની કામગીરી કરશે ત્યારે હવે તેમની સાથે બુલેટ પ્રુફ વ્હીકલ તૈનાત રહેશે. આ વહીકલમાં ૨૪ કલાક પાંચ સીઆઈએસએફના જવાન પેટ્રોલિંગ કરશે. એરપોર્ટ ઓપરેટર દ્વારા એરપોર્ટ પરના સુરક્ષકર્મીઓને એરપોર્ટની સુરક્ષા વધારવા માટે બુલેટ પ્રૂફ વ્હીકલ આપવામાં આવ્યું છે. ગુજરાતના એક માત્ર અમદાવાદના એરપોર્ટ પર સીઆઈએસએફ જવાન બુલેટ પ્રૂફ વ્હીકલમાં બેસીને પેટ્રોલિંગ કરશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને એરપોર્ટ પર સીઆઈએસએફ ના જવાનો દ્વારા બુલેટ પ્રૂફ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. ૨૪ કલાક આ વ્હીકલમાં સીઆઈએસએફના જવાન તૈનાત રહેશે. લોકોની ભીડ વધુ હોય તે જગ્યાએ આ વ્હીકલ દ્વારા વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે. બુલેટ પ્રૂફ વ્હીકલ મહિન્દ્રા કંપનીનું છે અને મેડ ઇન ઇન્ડિયા છે. દેશના મુંબઇ, દિલ્હી જેવા મોટા એરપોર્ટ પર જ આ પ્રકારના વ્હીકલનો સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ એક માત્ર એરપોર્ટ છે કે જ્યાં જવાનો આ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *