Gujarat

ગુજરાતમાં ફરી ઠેર-ઠેર બે કોમો વચ્ચે હિંસાના બનાવોમાં વધારો જાેવા મળ્યો

વડોદરા
ગુજરાતના હિંમતનગર, આણંદના ખંભાત અને વડોદરામાં બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થઇ અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ત્રણ માણસોને સામાન્ચ ઇજા પહોંચી છે. દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગ ચાલુ છે આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ લાદવામાં આવ્યો છે. શહેરમાં કોઇપણ જાતની તંગદિલી નથી. શહેરમાં શાંતિ છે. અમારી નાગરિકોને અપીલ છે કે, કોઇપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. કોઇપણ માહિતી વેરિફાઇ કરવી હોય તો ૧૦૦ નંબર પર ફોન કરીને વિગતો જાણી શકો છો. શહેરના રાવપુરા ટાવર પાસે ૨ બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. ૩૦૦ લેકોનું ટોળું રોડ પર આવી ગયુ હતુ. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. અસામાજીક તત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા અને તંગદિલીની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પથ્થરમારામાં ૩ જણને સામાન્ય ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો. અસામાજીક તત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી. અચાનક આટલી મોટી સંખ્યામાં લોતો આવી જતા પૂર્વ આયોજિત કાવતરાની પણ શંકા સેવાઇ રહી છે. સ્થાનિકોમાં પથ્થરમારા અને તોડફોડને કારણે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પથ્થરમારો કરનારા લોકો અમારા વિસ્તારના નથી. તેમને અમે ઓળખતા નથી. રામનવમીના દિવસે પણ રાજ્યના હિંમતનગર અને ખંભાતમાં જૂથ અથડામણ થઇ હતી. સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીં છાપરિયાથી સહકારી જીન સુધીનો વિસ્તાર સૂમસામ થયો છે. લોકો ઘરની અંદર છે અને બહાર પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. રામજીમંદિર પાસે કેટલાક હિંદુઓ ઘરે તાળાં મારીને જતા રહ્યા છે. બીજી તરફ અહીંની તકિયા મસ્જિદમાં તોફાન દરમિયાન આગ લગાડી દેવામાં આવી હતી. જેથી રમઝાન મહિનો હોવા છતાં પણ અહીં ફઝરની નમાજ પઢાઈ નહોતી. આનાથી સાવ જ અલગ હિંમતનગરના અન્યવિસ્તારોમાં હિંસાની કોઈ અસર નથી અને જનજીવન સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *