અમદાવાદ
ગરીબ લોકોના ઘરમાં પણ હજારો રૂપિયાનું લાઈટનું બિલ આવે છે. દિલ રોઈ પડે છે આ સાંભળીને કે વીજળી કેમ આટલી મોંઘી છે? મંત્રીઓ જલ્સા કરે છે તેમનું બિલ ઝીરો આવે છે. ઓફિસો અને ઘરોમા એસી અને ટોયલેટમાં પણ એસી લાગેલા છે.તેમણે કહ્યું કે હું ફરીવાર અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ.ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જાેઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઇમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકારને પ્રજાને લૂંટવી છે માટે તેઓ વીજળી ફ્રી નથી કરતા. ભાજપના નેતાઓ કહે છે ૨૪ કલાક ગુજરાતમાં વીજળી મળે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? જાે કે મને જાણવા મળ્યું કે હમણાં હોલમાં જ ૩ વાર લાઇટ જતી રહી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બિલ કેટલું આવે છે? લોકોએ કહ્યું બિલ ૪૦૦૦ આવે છે. ખેડૂતોને રાતે વીજળી આપે છે તેનો મતલબ શુ છે. ઓફિસરોને પણ રાતે વીજળી આપો એટલે રાતે ઓફિસ ખુલે. ૨૦૧૪ ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો છે. દિલ્લીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કીધું વીજળી બિલ ઓછું કરો. મેં ૧૫ દિવસ ઉપવાસ કર્યા. ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટી આવી અને મેં વીજળી ફ્રી કરી દીધી. દિલ્લીમાં ૨૪ કલાક વીજળી મળે છે. દિલ્લી સરકાર પાસે લોન કે ટેક્સ નથી. મેં દિલ્લીમાં વીજળી કંપનીઓને કહ્યું કે જાે ભાવ વધ્યા તો ખેર નથી. ૭ વર્ષથી દિલ્લીમાં વીજળીના ભાવ નથી વધ્યા. ૧ જુલાઈથી પંજાબમાં ફ્રી વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ૭૦થી ૮૦ ટકા લોકોના બિલ ખોટા આવે છે. જ્યારે મીટર બદલવા માટે પૈસા લે છે. બિલ ઓછું કરાવવા માટે પણ પૈસા માગે છે. દિલ્લીમાં ૭૩ ટકા લોકોના બિલ ઝીરો આવે છે અને ૨૪ કલાક વીજળી મળે છે. પંજાબમાં પણ ૨૪ કલાક વીજળી મળશે. આવનારી ચૂંટણી માટે દરેક કાર્યકર્તાએ આવનારા છ મહિનાના દિવસ રાત ૨૪ કલાક ફક્ત આમ આદમી પાર્ટીમાં આપવા પડશે. આપણે વિપક્ષ બનવા માટે નહીં પણ સરકાર બનાવવા માટે કામ કરવાનું છે. ગુજરાતમાં દશકોથી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ દાવા સાથે કહી શકું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર છે. હજુ તો આવતા ૧ મહિના માં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે. બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે,જ્યારે આમ આદમી પાર્ટી માં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપ ના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જાેડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને સજ્જન લોકો ની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કેવા શાનદાર કામ કર્યા છે. દિલ્હીમાં વીજળી મફત કરી દેવામાં આવી છે અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. દેશની સૌથી સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો આજે દિલ્હીમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ ઉમ્મીદ નથી. ગઈ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો અને તેમના ધારાસભ્યો પૈસા લઈને ભાજપમાં જતા રહ્યા. આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ વોટ ન મળે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. જાે આ બે વાતનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જરૂર સરકાર બનાવશે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના આંદોલન કે કેમ્પેન ચલાવાઇ રહ્યા નથી અને ભાજપ દ્વારા એક જ કેમ્પેન ચલાવાઇ રહ્યું છે કે ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીને રોકો. સવાર-સાંજ ભાજપાના નેતાઓ આમ આદમી પાર્ટીને રોકવા માટે મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ભાજપનું મુખ્ય પ્રતિદ્વંદી બની ગઈ છે, કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા વચ્ચે જઈને જનતાની સમસ્યાઓ સાંભળે છે, તેમની પીડાઓ ને સમજવાની કોશિશ કરે છે. આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, ગુજરાત સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરે છે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું. કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ ૧ વર્ષથી ગામડાઓમાં ફરે છે. લોકો ગુજરાતમાં તકલીફમાં છે.
