Gujarat

ગુજરાતમાં રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું

અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના ૧૬૦ પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પર ટૂ-વ્હીલરમાં માત્ર એક લિટર, જ્યારે ફોર-વ્હીલરમાં ૫૦૦ રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું. ગુજરાત પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે જણાવ્યું હતું કે રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે એ આ કંપનીઓને પણ પડવાની છે. રાજ્યમાં એસઆરના આશરે ૧૫૦૦ અને સેલના આશરે ૬૦ પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે ૪ હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર ઝાઝી અસર જાેવા મળશે નહીં. ૨૦૦૮માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયા હતા.ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના ૧૬૦ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જાેવા મળી રહી છે.

Sale-of-petrol-at-160-pumps-stopped.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *