Gujarat

ગુરુપૂર્ણિમા નિમીત્તે સાળંગપુર હનુમાનજી મંદિરે ભાવિભક્તો ઉમટ્યા

ભાવનગર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાં નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પૂજન-અર્ચન કરી દાદાના સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સુવર્ણ શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી-અથાણાવાળા તથા સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીની આરતી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ ગુરુપૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. દાદાના ભક્તો વડે વાજતે-ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ, દાદાને સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુરુપૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *