વહેલાલ
એવું લાગે છે ગુજરાતની દારૂબંધી હોવા છતાય દારૂ લઇ જવા વાળા બેફામ બનતા જાય છે ગેરતનગર પાસે નડિયાદથી અમદાવાદ કારમાં લાવેલ ૯૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને વિવેકાનંદ નગર પોલીસે પકડી પાડી બે વોન્ટેડને પકડવા તજવીજ હાથધરી છે.અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે નડિયાદથી આજ માર્ગ પર આજ સ્ટાઈલથી કારમાં દેશી દારૂનો ૫૧૦ લીટર દારૂ ગેરતનગર પાસેથી પોલીસે પકડેલ છતાં બુટલેગરો ર્નિભયતાથી વધુ દેશીદારૂ અમદાવાદ શહેરમાં મોકલી રહ્યા છે. વિવેકાનંદ નગર પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર સફેદ કલરની હુંડાઈ કારમાં દેશીદારૂનો જથ્થો આવી રહ્યો છે.બાતમી મુજબ વોચ ગોઠવતા સફેદ કલરની કાર વડોદરા અમદાવાદ એકસપ્રેસ વે રાજકોટ એકીઝટ કટ પાસે આવી હતી કારને ઉભી રહેવા ઈશારો કર્યો પણ ઉભી નહિ રહેતા સ્પીડમાં ભાગી હતી.પોલીસે પીછો કરતા ગેરતનગર ટોલ નાકા પાસે ઉભી રાખી હતી.તપાસ કરતા ત્રણ ત્રણ લીટર દેશી દારૂની ૩૦૦ કોથળીમાં ૯૦૦ લીટર ૧૮૦૦૦ નો દારૂ સાથે બે ઈસમો પકડાયા હતા તેઓની પાસેથી ૫૦૦ નો એક મોબાઈલ અને ૫ લાખની કાર એમ ૫૧૮૫૦૦ નો મુદામાલ કબ્જે લેવાયો હતો. આ જથ્થો નડિયાદના દિલીપ તળપદાએ અમદાવાદ ઇસનપુરના સેજલબેન ચુનારાને પહોંચાડવા લઈ આવ્યા છીએ.આમ બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી વોન્ટેડને પકડવા તજવીજ હાથધરી છે.
