Gujarat

ગોંડલમાં પોલીસના દરોડામાં ૬ જુગારીઓની ધરપકડ કરાઈ

ગોંડલ
જસદણના ભાડલા પોલીસ મથક હેઠળના રાજાવડલાની સીમમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભાવેશ ઘોડકીયા, ઉમેશ ઘોડકીયા, વિશાલ ઘોડકીયા, જયસુખ ઘોડકીયા, જયસુખ ઘોડકીયા, સુરેશ ઘોડકીયા, જેન્તી ઝાલા, જયરાજ ઝાલા, વિપુલ ઝાલા, મહિપત ઓળકીયા, પ્રવિણ ઓળકીયાને રોકડા રૂ. ૧૪,૫૧૦ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં જસદણના બાખલવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્મશાન પાછળ જુગાર રમતા મુન્ના મકવાણા, વિજય મેવાસીયા, ધવલ ગલચર, સુનીલ ગાબુ, હિતેષ બોઘા માણકોલીયા અને વિપુલ એઘાણીને રૂ. ૨૬,૫૦૦ની રોકડ સાથે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એસ.જે.રાણા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડને મળેલી હકીકતના આધારે ગોંડલ, મતવા વાડ, મક્કા મસ્જીદ સામે નાશીર ડાડાભાઇ ખીરાણીના મકાનમાં પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા મુખ્તાર, સલમાન નુરસુમાર, રજાક દલવાણી, સીમ ખીરાણી, હમીદમીયા નાગાણી, મુસ્તુફા ગોડીલ સહિતનાઓને કુલ રોકડ રકમ રૂ. ૩૧,૩૮૦/- સહિત કુલ રૂ. ૪૭,૩૮૦/-ના મુદામાલ સાથે પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

Raid-on-a-gambling-den.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *