Gujarat

ગોતા ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે

અમદાવાદ
અદાણી જૂથની પહેલ ગ્રીનમોસ્ફિયર દ્વારા છસ્ઝ્રના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. છ્‌ય્ન્ દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર ૨૦૨૧માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. ૨૧ માર્ચ ૨૦૨૨ વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે મિયાવાકી તકનીકનો ઉપયોગ કરાશે. શહેરી વિસ્તારમાં વનીકરણ એ ગ્રીનમોસ્ફિયરના ઉદ્દેશ્યોનો એક ભાગ છે જેમાં તેની નજીકના વસતા લોકોની સક્રિય ભાગીદારી લેવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિ હેઠળ આર્ત્મનિભર ગાઢ જંગલો ઉગાડવામાં આવે છે, જેમાં પ્રત્યેક ચોરસ મીટરમાં બે થી ચાર વૃક્ષો રોપવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલ જંગલ તાપમાન, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે તેમજ પક્ષીઓ અને જંતુઓનું રહેઠાણ બની જાય છે. તે કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે. અને આ બધું જ રેકોર્ડ સમયમાં થાય છે.
વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ ઉપરાંત આ પાર્ક જળચર પ્રાણીઓ માટે પણ એક આદર્શ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. આખા ઉદ્યાનમાં ૩૬,૨૦૦ દ્બ૨ વિસ્તારમાં ૨.૫ લાખથી વધુ વૃક્ષો હશે જે વાર્ષિક ૧,૫૩૬ મેટ્રિક ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે.
જૈવ વિવિધતા ઉદ્યાન કેટલાય ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જાેડાયેલો છે. સમગ્ર પ્રોજેક્ટમાં મહિલાઓની તંદુરસ્ત ભાગીદારી પણ જાેવા મળશે. તે જીડ્ઢય્ ૫ સાથે જાેડાયેલા છે જેમાં લૈંગિક સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છે.
છ્‌ય્ન્ વ્યવસાયિક રીતે બધા માટે સસ્તી, ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઊર્જાની ખાતરી આપે છે, જે જીડ્ઢય્ ૭ ને સુસંગત છે.
સમગ્ર ઉદ્યાનની રચના માટે ેંૈંડ્ઢ (કર્ણાવતી યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓ સાથે મળીને વેસ્ટ મટિરિયલનો પુનઃઉપયોગ કરી નવીન ઉકેલો મેળવવામાં આવશે. બેન્ચ, પાથવે અને અન્ય ઇન્સ્ટોલેશન કચરો અથવા રિસાયકલ સામગ્રીમાંથી આઇકોનિક ડિઝાઇન તૈયાર થશે, જે પ્રોજેક્ટને જીડ્ઢય્ ૧૨ સાથે સંકળાયેલું છે.
તદુપરાંત, આ ગાઢ શહેરી જંગલ દ્વારા ૧,૫૩૬ મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન થશે. જે જીડ્ઢય્ ૧૩ સાથે જાેડાયેલ છે. તેનાથી જળવાયુ પરિવર્તન અને તેની અસરો સામે લડવાનુ શસ્ત્ર છે.
ગોતામાં આકાર પામનાર આ જૈવવિવિધતા ઉદ્યાન સ્થાનિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણવાદીઓ, વિચારકો સહિત તમામ ક્ષેત્રોના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમજ તે જીડ્ઢય્ ૧૫ની પરિપૂર્તિ કરવામાં મહત્વનો ફાળો આપશે. જીડ્ઢય્ ૧૫ જે ઇકોસિસ્ટમના ટકાઉ ઉપયોગને સુરક્ષિત, પુનઃસ્થાપિત અને પ્રોત્સાહિત કરવા, જંગલોનું સુરક્ષિત સંચાલન અને નિકંદન ટાળવા, જમીનની અધોગતિને અટકાવવા તેમજ જૈવવિવિધતાના નુકસાનને અટકાવવા માટે છે.
અદાણી ટોટલ ગેસ વિશે
અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ થી લઈને ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સપ્લાય કરે છે. ૧૪ નવા ભૌગોલિક વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન ની સાથે છ્‌ય્ન્ ૩૮ ભૌગોલિક વિસ્તારોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના ૮% જેટલું છે. છ્‌ય્ન્ દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *