Gujarat

ગોત્રી હોસ્પિટલ પાસે ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ માત્ર ૫ રૂપિયામાં ભોજન ખવડાવશે

વડોદરા
વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ “ઇન્દ્રપ્રસ્થનું રસોડું’ નામથી ૫ રૂપિયામાં સાત્વિક ભોજન આપવાની શરૂઆત કરવા જઇ રહ્યું છે. આ રસોડાની શરૂઆત તા. ૩ એપ્રિલથી કરવામાં આવશે. આ યુવક મંડળ રવિવારે અને તહેવારોના દિવસે ૫૦૦થી વધુ લોકોની જઠરાગ્ની ઠારશે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા એક ફરતું રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. જે દર તહેવારના દિવસે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ નજીક સવારના ૭.૩૦થી ૧૦.૩૦ દરમિયાન ભોજન પીરસવામાં આવશે. મંડળનું કહેવું છે કે, આ એક નવતર અભિયાન છે. જ્યાં સન્માન સાથે પૌષ્ટિક અને સાત્વિક ભોજન પીરાસવમાં આવશે. કોઈ પણ વ્યક્તિ આનો લાભ લઇ શકે છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ એ એક કિચન બનાવ્યું છે જે દર રવિવારે અને તહેવારના દિવસે લગભગ ૫૦૦ લોકોને ભોજન કરાવશે છે. કોરોનાની મહામારી અને આર્થિક મંદીનાઆ યુગમાં પણ, તમે ફક્ત ૫ રૂપિયામાં પેટ ભરીને ખાઈ શકો છો. આ અનોખા કિચનનું નામ છે ‘ઇન્દ્રપ્રસ્થ નું રસોડું’. કોરાનાની મહામારી દરમિયાન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ૧૨૦૦૦ ઉપરાંત હોમ કોરન્ટીન દર્દીઓ અને તેમના પરીવાર માટે નિઃશુલ્ક ટીફીન અને મેડિકલ સેવાની કામગીરી ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટના સહયોગથી વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બેન્ક સહિત અનેક સામાજિક કામગીરીથી એક અલગ ઓળખ ઉભી થઈ છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જીએમઇઆરએસ ગોત્રી હોસ્પિટલમાં ગામડામાંથી આવતા દર્દીઓના સગા અને આ વિસ્તારના ગરીબ લોકો માટે કંઈક નવતર અભિયાન હાથ ધરી પહેલ કરવાની તાતી જરૂરિયાત છે. જેથી એક ફરતું રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. જે દર રવિવારે સવારના ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી ત્યાં ઉભી રહી સાત્વિક ભોજન માત્ર રૂપિયા ૫માં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *