Gujarat

ગોત્રીમાં બાળકને જન્મ આપી કોરોના સંક્રમિત મહિલાનું મોત

વડોદરા
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. રવિવારે કોરોનાના વધુ ૧૨૪૨ કેસ નોંધાયા હતા. ગત ૧૨મી તારીખે ૮ ટકાના પોઝિટિવિટી રેટથી કેસ વધી રહ્યા હતાં. જે પોઝિટિવિટી રેટ છેલ્લા બે દિવસથી વધીને ૧૨ ટકા પર પહોંચ્યો છે. હવે દર ૧૦૦ ટેસ્ટમાં ૧૨ પોઝિટિવ આવી રહ્યા છે. હાલમાં શહેર ટેસ્ટિંગ ઘટી રહ્યું છે અને પોઝિટીવ કેસ વધી રહ્યા છે. તો ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત ૩ લોકોના મોત નિપજ્યા છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ પૈકી ૨ દર્દીઓ ૧૩મી તારીખે અને એક દર્દી ૧૪મી તારીખે મોતને ભેટ્યો હતો. જાેકે મૃતક ત્રણ દર્દીઓના રિપોર્ટ ડેથ ઓડિટ કમિટીમાં મોકલાયા છે. તેઓ તપાસ કરી કયા કારણથી દર્દીનું અવસાન થયું છે તે એક સપ્તાહ બાદ જાહેર કરશે.વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી હાલોલની કોરોના સંક્રમિત મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયું છે. કોરોના ગાઇડલાઇન મુજબ તેની અંતિમવિધિ કરવામાં આવશે. બાળકનો કોરોના રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૨૪૨ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં ૭ દિવસમાં કોરોનાના ૭૧૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૮૧,૧૧૧ ઉપર પહોંચી ગઇ છે. રવિવારે વધુ ૩૦૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૪,૦૮૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૪ દર્દીના મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઇકોસિસના ૭ દર્દીઓ પૈકી ૧ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેના પગલે હાલમાં માત્ર ૬ દર્દીઓ દાખલ છે. ઉલ્લેખનિય છે કે, ગત ૬ જાન્યુઆરીએ એસ.એસ.જી હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં કોરોનાનો વ્યાપ વધતા જ ટેસ્ટિંગ માટે લોકોની લાંબી લાઈનો પડી રહી છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં ૧૩ દર્દીઓ અને ૨૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૩૦૯ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ૩૪૪ પૈકી ૩૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૯ દર્દીઓ આઇસીયું વિધાઉટ વેન્ટિલેટર પર, ૯૨ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૯૩ હળવા લક્ષણો વાળા દર્દીઓ સારવાર હેઠળ છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૬૪૦૨ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૬૨૦૬ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૧૯૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૦ દર્દીઓ વેન્ટિલેટર પર, ૨૪ દર્દીઓ આઇસીયુમાં અને ૬૩ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૪૯૭૨ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *