Gujarat

ગોધરામાં ઈ-એફઆઈઆર ઓનલાઈન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

પંચમહાલ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સામાન્ય કામો જેવા કે એનઓસી પોલીસ વેરિફિકેશન ભાડૂઆતના રજિસ્ટ્રેશન વગેરે જેવા કામો અરજદારોને પોલીસ મથકોમાં જવું નહીં પડે, અને આ સુવિધાઓ સિટીઝન પોર્ટલની સેવાઓ ઉપરથી ઉપલબ્ધ થઈ રહેશે અને જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર સત્તાધીશો દ્વારા ૪૮ કલાકમાં ફરિયાદની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જીલ્લા પોલીસવડાએ જણાવ્યુ કે લોકોને વધુમા વધુ લાભ લેવા અપીલ કરી હતી. વાહન અને મોબાઈલ ચોરીમાં પોલીસ મથકે આવાની જરુર નથી. ઘરે બેઠા સીટીઝન પોર્ટલ પર ઈ-એફઆઈઆર સેવાનો લાભ લઈને ફરિયાદ કરી શકે છે, તેની જાગૃતિ માટે આ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.ગુજરાતમાં વાહન ચોરી અને મોબાઇલ ચોરી માટે કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઈ-એફઆઈઆર શરૂ કરવામાં આવી છે. તે સુવિધાઓ અંતર્ગત પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમભવનમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશું સોલંકીની ઉપસ્થિતમાં ઈ એફઆઈઆર અંગે લોક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *