નડિયાદ
રાજયમાં છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં અનેક ગેરરિતીઓ જાેવા મળી હતી જેને ધ્યાનમાં લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૨૪મી એપ્રિલના રોજ લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજીત પરીક્ષાઓ અંગે નડિયાદના ઈપ્કોવાલા હોલ ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી હતી. પરીક્ષાઓ નિયત એસઓપી મુજબ જ લેવાય તેની તકેદારી પરીક્ષા સાથે જાેડાયેલ સૌ અધિકારીઓ અને કર્મચારી અને કર્મચારીઓએ રાખવાની રહેશે. જ્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે ઈપ્કોવાલા હોલ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને બાયસેગના માધ્યમથી જરૂરી તાલિમ આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલ તથા પરીક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
