ગિરગઢડા
ભરત ગંગદેવ
હડતાળનો ઉકેલ લાવવા, ૫૯ ગામના સરપંચ યુનિટી દ્વારા આવેદન.
ગીર ગઢડા પંથકમાં તલાટી કમ મંત્રીઓની હડતાલને કારણે તમામ ગામોમાં જન્મ-મરણ,આવક અને રહીશો તથા ડોમીસિયલ અને ક્રિમીલેયરના પ્રમાણપત્રો સહિત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને રોજીંદી કામગીરીમાં ઉપયોગી અગત્યની કામગીરી ઠપ્પ થઈ જતાં ગ્રામીણ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય હડતાલનું નિવારણ લાવવાની માંગણી સાથે તાલુકા
સંયુક્ત સરપંચ યુનિટી દ્વારા મામલતદાર ને આવેદન આપ્યું હતું. આવેદનમાં ૫૯ ગામના સરપંચોએ
જણાવ્યુ હતુ કે હડતાલ ઉપર ઉતરેલ તલાટી કમ મંત્રીઓની ગ્રેડ-પે તથા તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીની કામગીરીનું જોબ ચાર્ટ બનાવવાની મુખ્ય માંગણી છે કારણકે તલાટી અને રેવન્યુ તલાટીએ કરવાની કામગીરીથી સામાન્ય પ્રજા સંપૂર્ણ અજાણ હોય આ અંગે ત્વરિત સ્પષ્ટતા કરવી જરૂરી છે.ગિરગઢડા તાલુકાના ૫૯. ગામો વચ્ચે માત્ર ૧૭. તલાટી મંત્રીઓ હોય અન તે પણ હડતાલ માં જોડાઈ જતા આખાં પંથકમાં ગ્રામીણ પ્રજા ઉપયોગી કામગીરી ઠપ્પ છે.હડતાળના કારણે તાલુકાભરમાં રેવન્યુ કામગીરી,
જુદા-જુદા સર્ટિફિકેટની કામગીરી ઠપ થઈ ગઈ
મામલતદાર મારફત મુખ્યમંત્રીને
મોકલેલા આવેદનપત્રમાં ૫૯. ગામના સરપંચો એ રજુઆત કરી છે કે આ હડતાલ ઉપર ઉતરેલા તલાટી મંત્રીઓની ગ્રેડ-પે તથા તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીની કામગીરીનો જોબ ચાર્ટ બનાવવાની મુખ્ય માંગણી છે,કારણકે તલાટી અને રેવન્યુ તલાટી એ ક૨વાની કામગીરીથી સામાન્ય પ્રજા સંપૂર્ણ અજાણ હોય છે.તલાટી મંત્રીની કામગીરી અંગે ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોમાં અસંમજસતા પ્રવતી હોય આ અંગે ત્વરિત સ્પષ્ટતા કરવી જરૂરી છે.ગિરગઢડા તાલુકાના ૫૯.ગામો વચ્ચે
માત્ર ૧૭.તલાટી મંત્રીઓ હોય તલાટી મંત્રીઓની અનેક ગામોમાં લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે . ફરજ ઉપરના તમામ તલાટી મંત્રીઓ હડતાલમાં જોડાઈ જતા આખાં પંથકમાં ગ્રામીણ પ્રજા ઉપયોગી કામગીરી ઠપ્પ છે,તલાટી મંત્રીઓની સાચી યોગ્ય માંગણીનો ત્વરીત પરીણામલક્ષી યોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી .


