Gujarat

ગ્રામ્ય કક્ષાના વિદ્વાન કથાકાર નટવરલાલ દવેનું શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા કરાયેલ સન્માન

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ગ્રામ્ય કક્ષાના વિદ્વાન કથાકાર નટવરલાલ દવેનું શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા કરાયેલ સન્માન..
   ઉતરાયણના પરમ પવિત્ર દિવસે સર્વ સુખાય હેતુ પૂજ્ય સત્યનારાયણજી મહારાજના દિવ્ય સ્મરણમાં સુખદેવ સેવા સંસ્થાન ડીસાના પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજ અને સમગ્ર ટીમ દ્રારા ભટીયાણી માતા મંદિર ડીસા ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું દિવ્ય આયોજન કરાયું હતું.આ કથા ભોરોલના ગ્રામ્ય વિસ્તારના ખૂબ જ સરળ, સહજ,સાલસ પણ અતિ વિદ્વાન કથાકાર એવા નટવરલાલ દવે દ્રારા વંચાઇ હતી.
   કથાકાર નટવરલાલ દવેની અનુભવી,તળપદી અને સુમધુર વાણીથી અતિ પ્રભાવિત થઈ શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,જયેશભાઈ દેસાઈ, બળદેવભાઈ રાયકા,વિષ્ણુદાનજી ગઢવી,ભાગીરથભાઈ સુથાર,જયેન્દ્રભાઈ જડિયા,સાગરભાઈ દેસાઈ,દીલીપભાઈ ઠરિયાણી,નવીનભાઈ રતાણી, વિશાલ મેવાડા,ગીતાબેન મોદી,કોકીલાબેન, જયરામભાઈ વૈષ્ણવ તેમજ અન્ય સૌ શ્રોતાઓએ સાથે મળી નટવરલાલ દવેનું દબદબાભેર સન્માન કરી અભિનંદન આપ્યા હતા.
   ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ અનુભવી,વિદ્વાન, અભ્યાસુ એવા ધર્મરક્ષકનું કાર્ય કરતા નાના નાના કથાકારો આપણી સંસ્કૃતિ તેમજ ભારત દેશની આગવી શોભા છે.આવા કથાકારોને શોધી તેમને પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે.
Attachments area

IMG-20220115-WA0202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *