Gujarat

ગ્રાહક સુરક્ષા અંગે ગ્રાહક જાગે તો તેનું નસીબ જાગે. આ ન્યાયે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અહીં સ્ટેશન રોડ સ્થિત એસ.બી.આઈના ખાતેદાર વિજયભાઈ જયંતિભાઈ દવેને આખરે ઈન્સાફ મળ્યો..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગ્રાહક સુરક્ષા અંગે ગ્રાહક જાગે તો તેનું નસીબ જાગે. આ ન્યાયે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અહીં સ્ટેશન રોડ સ્થિત એસ.બી.આઈના ખાતેદાર વિજયભાઈ જયંતિભાઈ દવેને આખરે ઈન્સાફ મળ્યો.. હા, થોડી ધીરજ જરૂરી છે. પરંતુ કાયદો કાયદાનું કામ તો ચોક્કસ કરે છે. ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાનની સીધી અસર ગ્રાહકો પર પડે છે. ગ્રાહક તેનાં અધિકારો માટે લડત પણ આપતાં જોવા મળે છે. ત્રણ ત્રણ વરસના વહાણાં વાય ગયા પણ ન્યાય તો મળ્યો..
———————————————————————
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા આસોપાલવ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જયંતિભાઈ દવે સાવરકુંડલા શહેરમા આવેલ એટીએમ માંથી રૂપિયા ૧૦૦૦૦ ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરેલ. સ્લીપ નીકળી પરંતુ રૂપિયા ન નીકળતાં એસ બી. આઈ. સ્ટેશન રોડ પર આવેલ એસ બી. આઈ. કે જેના તેઓ ખાતેદાર છે. ત્યાં ફરિયાદ કરી કે એટીએમ મશીન દ્વારા ફક્ત સ્લીપ નીકળી છે. પરંતુ રોકડ રકમ રૂપિયા ૧૦૦૦૦ નીકળેલ નથી. આ સંદર્ભે બેંકમાંથી તેને એકાદ બે દિવસમાં આપની આ રકમ આપના ખાતામાં જમા થઈ જશે તેવી વાત કરવામાં આવેલ. પરંતુ દિવસો વિત્યા છતાં પણ એ એટીએમ દ્વારા સ્લીપમા દર્શાવેલ રકમ નહીં મળતાં અહીં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમરેલીમાં ફરિયાદ કરેલ. આ ફરિયાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ હેઠળ તારીખ ૩૦-૪-૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ. જેનો કેસ ચાલી જતાં તારીખ ૧૦-૫-૨૦૨૨ ના રોજ ફરિયાદી વિજયભાઈ જયંતિભાઈ દવેને સાવરકુંડલા એસ. બી. આઈ. દ્વારા અરજીની તારીખથી જ્યાં સુધી ન ચૂકવાય ત્યાંસુધી રૂપિયા ૧૦૦૦૦ હજાર ૬ ટકા વ્યાજ સાથે અને ફરિયાદીને યથેલ માનસિક શારીરિક ત્રાસ અને અરજી કરવા પેટે થયેલ ખર્ચ પેટે રૂ ૧૦૦૦ ચૂકવવા એસ. બી. આઈ. સ્ટેશન રોડ સાવરકુંડલાને આદેશ કરેલ છે..આમ ગ્રાહકની જાગૃતિ અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનો અથાગ મહેનત લેખે લાગી.. આમ પણ પોતાના અધિકારો વિશે જાગૃત થવું એ પણ આજના સમયમાં ખૂબ આવશ્યક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *