Gujarat

ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીમાં ઓનલાઇન અને મોલમાં શોપિંગના પણ તોલમાપની વ્યાપક ફરિયોદ આવી

સુરત
ઓનલાઇન અને મોલમાં શોપિંગના દૌરમાં પણ તોલમાપ અન ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીમાં ગ્રાહકોની વ્યાપક ફરિયોદ આવી રહી છે. કચેરી દ્વારા પાડવામાં આવતા દરોડા હોય કે લોકોની ફરિયાદો હોય, કેટલાંક વેપારીઓ પણ તોલમાપમાં લોકોને ઓછા વજને માલ આપે છે. ઓનલાઇનમાં લોકો મંગાવે બીજુ આવે કંઇ બીજુ, ઉપરાંત સર્વાધિક ફરિયાદો ઇલેકટ્રોનિક આઇટમને લગતી હોય છે. એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે જ્યાં એક તરફ પેકેજિંગ માલમાં જીએસટી વધ્યુ છે ત્યાં પેકેજિંગની લગતી ફરિયાદો પણ ૬૦૦ ટકા વધી છે. એડવોકેટ સોનલ શર્મા કહે છે કે વીમા કંપનીઓની ફરિયાદો પણ વ્યાપક આવે છે. વળતર આપવાથી ઇન્કાર થાય તેવા કેસ ગ્રાહક કોર્ટ સુધી વધુ આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં વજન કાંટાને લગતી ફરિયાદો ૩૩૨ હતી, જે ૨૦૨૧માં ૪૦૩ અને ૨૦૨૧-૨૨માં ૪૨૬ થઈ. ઉપરાંત પેકેજિંગની ફરિયાદો ૨ વર્ષ અગાઉ ૧૫ હતી જે વધીને ૧૦૦ થઈ ગઈ છે. છેલ્લાં ૩ વર્ષમાં ગ્રાહક દ્વારા જે ફરિયાદો થઈ છે તે આશ્ચર્ય વચ્ચે ઘટી છે. અગાઉ જે ૪૧ હતી તે હવે ૧૩ પર આવી ગઈ છે. જ્યાં ઓનલાઇનનું ચલણ વધુ છે ત્યાં ગ્રાહકો છેતરાતા પણ હોય છે. આવી સ્થિતિમાં ઘણીવાર ગ્રાહકો જતુ કરવાના મૂડમાં પણ હોય છે. પરંતુ ગ્રાહકોના હિતમાં વ્યાપક કાયદા છે તેનો ઉપયોગ કરવો જાેઇએ. ???????મદદનીશ નિયંત્રક કાનૂની માપ વીજ્ઞાન અ્‌ને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીના છેલ્લાં ત્રણ વર્ષના આંકડા જાેઇએ તો ૧૫૦૦ જેટલા કેસ કરી રૂપિયા ૯.૫૦ લાખની વસૂલાત કરવામાં આવી છે. આ વિભાગના અધિકારી બી.આર. વિશાણા કહે છે કે, તહેવારોની સિઝન હોય કે ન હોય, મોનિટરિંગ સતત રહે છે. સ્થળ તપાસ થાય છે અને જે ફરિયાદો આવે તેનો નિકાલ થાય છે. ગ્રાહક કોર્ટ સુધી મામલો જાય એ પહેલાં અહીં જ સમાધાનના પ્રયાસ થાય છે. ગ્રાહકની ફરિયાદનો નિકાલ થાય છે. ???????કચેરીના સૂત્રો કહે છે કે ઇલેટ્રોનિક આઇટમમાં ઇશ્યુ હોય અને જાે દુકાનદાર ચૂકવવા તૈયાર હોય તો સમાધાન થાય છે. એડવોકેટ શ્વાતિ મહેતા કહે છે કે કોરોના વખતે ડોકટરો સામે પણ ઘણી જ ફરિયાદો હતી. જે હાલ ગ્રાહક કોર્ટમાં ચાલે છે. ઉપરાંત દુકાનમાંથી ખરીદેલા સામાનમાં ક્વોન્ટિટિ ઓછી નિકળી હોય તેવી ફરિયાદો પણ આવે છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *