બોડેલી થી છોટાઉદેપુર ને જોડતો 56 નંબરનો હાઇવે ઘણા સમયથી રોડ ઉપર ખાડાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા આ રોડ પર અસંખ્ય અકસ્માતો પણ આ ખાડાઓને લઈને સર્જાયા હતા એમ્બ્યુલન્સ ને આવવા જવામાં પણ ઘણી જ મુશ્કેલીઓ પડતી હતી છેલ્લા કેટલા દિવસથી બિસ્માર રસ્તા ને લઈને વાહન ચાલકો ને ખુબ મુશ્કેલી વેચવાનો વારો આવ્યો હતો ત્યારે આજે રોડની કામગીરી શરૂ થતી દેખાતા લોકોમાં ખૂબ જ રાહતનો અનુભવ થયો કે હવે ખાડાઓને લઈ કે પછી ધૂળ ડમરી ને લઇ રાહત મળશે
આ કામગીરી દરમિયાન પાવીજેતપુર થી લઈને બોડેલી સુધી મોટા વાહનો પર આવવા જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ કામગીરી તો શરૂ થઈ ગઈ છે પણ કેટલી ગુણવત્તા વાળો રોડ બનશે એ હજુ જોવું રહ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


