Gujarat

ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો છપાવવા અંગે જરૂરી માર્ગદર્શક હુકમ

જૂનાગઢ જિલ્‍લામાં  વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.૧/૧૨/૨૦૨૨ના  રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રચારના સાહિત્‍યના કારણે કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને, અને આચારસંહિતાનું પાલન થાય, આ સબબ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી રચીત રાજે લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭(ક) હેઠળ ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરેલ છે.

         કોઇપણ વ્‍યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્‍પષ્‍ટ દેખાય આવે તે રીતે નામ-સરનામા ન હોય તેવા ચુંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિધ્‍ધ કરાવી શકાશે નહીં.

કોઇપણ વ્‍યકિત ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્‍યવસ્‍થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી વ્‍યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, તેમજ લખાણ છપાયા પછી મુદ્રકે બે દિવસની અંદર લખાણની એક નકલ અને એકરારની એક નકલ રાજયના પાટનગરમાં છાપવામાં આવ્‍યું હોય ત્‍યારે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને બીજે પ્રસંગે જે જિલ્‍લામાં છાપવામાં આવ્‍યું હોય તે જિલ્‍લાના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટને આ કલમ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને “મુદ્રક” એ શબ્‍દનો તે પ્રમાણે અર્થ થશે. “ચુંટણીને લગતું ચોપાનીયું અથવા ભીંતપત્ર” એટલે ઉમેદવાર કે ઉમેદવારોના જુથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઇ છાપેલુ ચોપાનીયું કે હેન્‍ડ બિલ અથવા બીજુ-ત્રીજુ લખાણ અથવા ચુંટણીને લગતું ભીંતપત્ર એવો અર્થ થાય છે. પરંતુ માત્ર ચૂંટણી સભાની તારીખ, સમય, સ્‍થળ અને બીજી વિગતો આપતા અથવા ચૂંટણી એજન્‍ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સુચનાઓ આપતા હેન્‍ડ બિલ કે ભીંતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી.

કોઇ પણ જોગવાઇઓનો ભંગ કરનાર વ્‍યકિત છ માસ સુધીના કેદની અથવા બે હજાર રૂપિયા સુધીના દંડની અથવા બન્‍ને શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્‍લાના વિસ્‍તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને  ચૂંટણી પ્રક્રિયા  પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.

૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *