Gujarat

ચોઇલા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 બાયડ તાલુકાના ચોઈલા ખાતે શ્રી  કૃષ્ણ  પ્રણામી  મંદિર  ૧૦૮ પરાયણ મહોત્સવ  પ્રસંગે યશ પાટીદાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું. આ  રક્તદાન  કેમ્પમા સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા (૪૦) બોટલ નુ રક્તદાન કરવામાં આવ્યું  આ રક્તદાન કેમ્પમા ચોઈલા  ગામના યુવાનો એ ઉત્સાહભેર ભાગ લઇ રક્તદાન  કરી સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય  છે કે યશ પાટીદાર દ્વારા  અવાર નવાર  સેવાકીય કાર્યો કરી  સામાજીક  સેવા કાર્યોમાં પોતાનું યોગદાન  આપી  રહયા છે. સમગ્ર  કાર્યક્રમને  સફળ બનાવવા માટે  બ્લડબેંક ના મેડિકલ  ઓફિસર ર્ડા. મનુભાઈ  ગઢવી, ટેકનિકલ ઓફીસર રાહુલ પરમાર, મેઘા શાહ, ચૈતાલી  કાપટેલ, ચિરાગ  પરમાર તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20221220-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *