Gujarat

ચોટીલામાં ઉત્તરાયણની ૩ રજાઓમાં લોકોની ભીડ ઉમટી

સુરેન્દ્રનગર
કોરોનાની ત્રીજી લહેર એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે જિલ્લામાં ૨૧૭ જેટલા લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં હાલ ચોટીલામાં પાંચેક જેટલા લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે આજે રવિવારે માતાજીના દર્શન માટે આવેલા ભક્તજનો કોરોનાનું ભાન ભૂલી જઈને ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જાેવા મળ્યા હતા. મકરસંક્રાંતિના પર્વની સાથે ત્રણ દિવસનું મિની વેકેશન હોવાના કારણે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યાત્રિકો માતાજીના ચરણે શીશ નમાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આવી ભીડ ચોટીલા સહિત ગુજરાતભરને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતી હોવાના કારણે આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. નોંધનીય છે કે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટની યાદી મુજબ પાટડી ધામ ખાતે શ્રી શકિત માતાજીનું મંદિર અને ભોજનાલય કોરોના કાળની પરિસ્થિતિને ધ્યાને લઈને કોરોનાની બીજી સૂચના ના આવે ત્યા સુધી બંધ રહેશે.મકરસંક્રાંતિનું પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યાત્રિકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળી ગયા હતા. જેમાં ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવાની લ્હાયમાં ભક્તજનો કોરોનાનું ભાન ભૂલ્યા હતા. જેમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

Chotila-Yatradham.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *