સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડી જવાના તથા દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ થોડા સમય પહેલા થાનની મંદબુદ્ધિ યુવતી સાથે દુષ્કર્મની ઘટનામાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે. ત્યારે ફરી એક મંદબુદ્ધિ યુવતીની નરાધમોની વાસનાનો ભોગ બની હોવાની વિગતો સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલા ગામે રહેતા અને મજુરી કામ કરતા દંપતિને ૬ પુત્રી અને ૧ પુત્ર છે. જેમાં એક પુત્રી અપંગ, બીજી પુત્રી મંદબુદ્ધિ છે અને ત્રીજી પુત્રી અંધ છે. પરીવારની ત્રણ પુત્રીઓને સાસરે વળાવી દીધી છે. જેમાંની એક પુત્રી ઉત્તરાયણ કરવા પિયર આવી હતી. આ સમયે મંદબુદ્ધિની બહેનનું પેટ થોડુ મોટું દેખાતા તેણે માતાને જાણ કરી હતી. તો માતાએ તે માટી ખાતી હોવાથી પેટ મોટુ હોવાનું કહી વાત ટાળી દીધી હતી. તેમ છતાં પિયર આવેલી પુત્રીએ દબાણ કરતા હોસ્પિટલ તપાસ કરાવાતા મંદબુદ્ધિ યુવતીને ૮ માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે મંદબુદ્ધિ યુવતીને પરીવારે ફોસલાવીને પુછતાં તેણે જણાવ્યુ હતું કે, માતા-પિતા ખેતરે મજુરી કામ કરતા જતા હતા. ત્યારે દિવસના સમયે ગામમાં જ રહેતો કાના રામાભાઈ બાવળીયા, આંબા ધરમશીભાઈ પરમાર, માધા રાણાભાઈ ગોળીયા સહીતના લોકો તેને નાસ્તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઈ જતા હતા. જયાં તેની સાથે ખરાબ કૃત્ય કરતા હતા. આથી નાની મોલડી પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ અંગે પીએસઆઈ વાય.એસ.ચુડાસમાએ જણાવ્યુ હતું કે, ભોગ બનનારની ફરીયાદ લઈને પોલીસે તપાસ આરંભી છે. આ બનાવના ત્રણેય આરોપીઓ ૫૦થી વધુ ઉંમરના હોવાની વિગતો મળી છે. યુવતીને ઇશારાથી પૂછવામાં આવતા ત્રણ નરાધમોએ તેના ઉપર સતત એક વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હોવાનું યુવતીએ ઈશારાથી જણાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દુષ્કર્મ આચરનારા ત્રણ નરાધમોની અટકાયત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ થઇ રહી છે તેવા સંજાેગોમાં દુષ્કર્મના બનાવો અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો સતત બનતા જઈ રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના ચોટીલાના એક ગામે વધુ એક મંદબુદ્ધિ યુવતી ઉપર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હોવાથી પોલીસ ફરિયાદ દાખલ થવા પામી હતી. જેના પગલે પોલીસે દુષ્કર્મ આચરનારા ત્રણ નરાધમોની અટકાયત કરી હતી. નોંધનીય છે કે પરિવારે ટેસ્ટિંગ કરાવ્યા બાદ યુવતી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થતા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામે મંદબુદ્ધિ યુવતીને શાળાએ લઈ જઈ ત્રણ નરાધમો દ્વારા સતત એક વર્ષ સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી દુષ્કર્મ ગુજારતાં યુવતી ગર્ભવતી થઈ હતી. ઉત્તરાયણ કરવા ઘરે આવેલી યુવતીની બહેને તેનું પેટ મોટુ થઈ જતા માતાને કહી દવાખાને તપાસ કરાવતા તેણીને ૮ માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. જેથી નાની મોલડી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મ આચરનારા ત્રણ નરાધમોની અટકાયત કરી હતી.


