Gujarat

ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ 

મોરબી પોલીસ અધિક્ષકની સૂચના થી સમગ્ર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની એક ડ્રાઇવ ચાલુ હોય ત્યારે હળવદ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ  કોન્સ્ટેબલ બીપીન ભાઈ મંગળભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ગંભીરસિંહ નાગજીભાઈ ચૌહાણ તેઓને પાકી બાતમી મળતા ઈ પી સી કલમ ૪૫૪ ૪૫૭ ૩૮૦ મુજબ ગુનામાં નાસતો ફરતો આરોપી મહેશભાઈ રાજુભાઈ ધંધુકીયા જાતે દેવીપુજક ઉંમર 19 રહેના રુચિ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ વાળો જીન પ્લોટ કાચા છાપરા ની સામે હળવદ આવેલ હોય જેની બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં પી.આઈ આરબી ટાપરિયા, સર્વેલન્સ કોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એન બાલાસરા, પોલીસ કોન્સ્ટેબલ બીપીન ભાઈ પરમાર ,ગંભીરસિંહ ચૌહાણ ,ભાવેશ ભાઈ ડાંગર, દિપક સિંહ દશરથસિંહ સહિતનાએ આરોપી પકડી  મિશન પાર પાડયું હતું
વિશાલ જયસ્વાલ હળવદ

Screenshot_2022_0320_215623.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *