Gujarat

છુટાછેડા લીધા બાદ પૂર્વ પત્ની અને સાળાને સમાધાન માટે બોલાવી તલવારથી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મહેસાણા
કડી તાલુકાના મોકાસણ ગામમાં રેહતા યુવાને છુટાછેડા લીધા બાદ પૂર્વ પત્ની અને સાળાને સમાધાન માટે બોલાવી તલવારથી હુમલો કાર્યની ઘટના સામે આવી હતી. આ ઘટના સંદર્ભે કડી પોલીસ મથકમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રો મુજબ, નાની કડી ખાતે સંતરામ સીટીમાં આવેલી સરદાર રેસીડેન્સીમાં રહેતા પટેલ અલ્પેશ ભીખાભાઈની મોટી બહેન કિંજલ અમદાવાદના નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. તેણીનાં લગ્ન કડીના મોકાસણ ગામના પટેલ શંભુભાઈ જયંતીભાઈ સાથે થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન હોઇ છૂટાછેડા લીધા હતા. શંભુએ ફોન કરીને કહ્યું હતું કે તમે બધા મારા ઘરે આવો નહીંતર તમારી બેનને રોજ હેરાન કરીશ. આથી અલ્પેશભાઈ, તેમની બહેન કિંજલ અને પિતા ભીખાભાઈ સાથે મોકાસણ ગામે શંભુભાઈના ઘરે ગયા હતા. જ્યાં સમાજના માણસોની હાજરીમાં શંભુભાઈએ ઉશ્કેરાઈ જઇ અલ્પેશભાઈને ધારિયું મારતાં અંગૂઠો કપાઈ ગયો હતો. જ્યારે રજનીશ ભગાભાઈ પટેલે તલવાર મારતાં કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વધુ હોબાળો થતાં કિંજલબેનના સાસુ સવિતાબેન અને અભિજીત પટેલે પણ કિંજલને અને તેમના પિતાને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે અલ્પેશભાઈ પટેલે મોકાસણના શંભુ જયંતીભાઈ પટેલ, રજનીભાઇ ભગાભાઇ, સવિતાબેન જયંતીભાઇ અને અભિજીત અમૃતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે શંભુભાઈ જયંતીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે રાત્રે તેમના સસરા પટેલ ભીખાભાઈ શંભુભાઈ, સાળા અલ્પેશભાઈ અને તેમની પત્ની કિંજલબેન, મામાજી પંકજકુમાર ચારે જણા અમારી દીકરી ઉપર કેમ આક્ષેપો કરો છો કહી હુમલો કરી માર માર્યો અંગે શંભુભાઇએ ભીખાભાઇ પટેલ, અલ્પેશ ભીખાભાઇ પટેલ અને પંકજ અંબાલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

He-attacked-with-a-sword-and-cut-off-his-thumb.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *