Gujarat

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને નવસારી જીલ્લાના પરથાણા ગામે નેશનલ હાઈવે ઉપર આવેલ નાઝ હોટલ પાસેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ ફર્લો જમ્પના તથા વચગાળા જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપી તથા ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહાર અને રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ શ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી ડી એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત તથા તેના મોબાઇલ લોકેશન આધારે (૧) છોટાઉદેપુર પો.સ્ટે. ૮ પાર્ટ ગુ.ર.નં. ૦૭૭૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫, એ, ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ (૨) રંગપુર પો સ્ટે. C પાર્ટ ગુ.ર.નં ૦૦૨૧૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫, એ, ઇ, ૯૮ (૨), ૮૧, ૮૩ મુજબ (૩) બોડેલી પોસ્ટે. ૮ પાર્ટ ગુ.ર.નં. ૧૩૨૪૪૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ઈ મુજબ (૪) જેતપુરપાવી પો.સ્ટે. ૮ પાર્ટ ગુ.ર.નં. ૦૦૨૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ઇ, ૯૮(ર), ૮૧, ૮૩ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અનિલભાઇ દિનેશભાઇ ચામઠા (સલાટ) ઉ.વ.૨૧ રહે.ઉચાપાન, તા.બોડેલી, જી.છોટાઉદેપુર નાને નવસારી જીલ્લાના પરથાણા ગામે નેશનલ હાઈવે ઉપર આવેલ નાઝ હોટલ પાસેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220120-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *