છોટાઉદેપુર જિલ્લાની 1400 જેટલી આશા વર્કર અને 150 થી વધુ ફેસિલેટર બહેનો ને છેલ્લા છ માસથી તેમણે કરેલ કામગીરી નું મહેનતાણું ન મળતા જિલ્લાની આશા વર્કર અને ફેસિલેટર બહેનો મોટી સંખ્યામાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે એકથી થઈ હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર કરતા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી હતી અને જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશ દ્વાર ઉપર રોડ ઉપર બેસી પોતાના મહેનત ના નાણાં ન મળતાં વિરોધ દર્શાવ્યો હતો, આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકીની આગેવાનીમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું,જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે અધિક જીલા આરોગ્ય અધિકારી સાથે આ મામલે જાણકારી મેળવતા ગ્રાન્ટ ના અભાવે નાણાં ની ચુકવણીમાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું અને શક્ય બને તેટલી વહેલી તકે આશાવર્કર અને ફેસિલેટર બહેનોને નાણાં ચૂકવી દેવાશે તેવી ખાતરી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ


