Gujarat

છેલ્લા ધણા વર્ષોથી નહી લેવાયેલ ટેટ- ૧ અને ટેટ- ૨ પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય લેવા રજુઆત. અનેક યોગ્યતા સંપન્ન બી.એડ તથા પી.ટી.સી કરેલ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
છેલ્લા ધણા વર્ષોથી નહી લેવાયેલ ટેટ- ૧ અને ટેટ- ૨ પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય લેવા રજુઆત. અનેક યોગ્યતા સંપન્ન બી.એડ તથા પી.ટી.સી કરેલ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે
યોગ્ય નિર્ણય કરી ધટતુ કરવા મુખ્યમંત્રીશ્રી પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીને આશાસ્પદ ઉમેદવારો વતી વિધાર્થી આગેવાન નિરવ મહેતાની ધારદાર રજુઆત
——————————————————————શિક્ષક બનવા માટે આપવી પડતી અભિયોગ્યતા કસોટી નું આયોજન વર્ષ ૨૦૧૭માં કરવા આવેલ. ત્યાર બાદ કોરોના જેવી મહામારી અને પ્રાકૃતિક અને અપ્રાકૃતિક કારણોસર આ પરીક્ષાઓ નું આયોજન થઈ શકેલ નથી જેના પગલે અનેક યોગ્યતા સંપન્ન બી.એડ તથા પી.ટી.સી કરેલ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષાનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન ન થયું હોવાથી ત્રણ-ચાર લાખ જેટલા બી.એડ તથા પી.ટી.સી કરેલ બેરોજગાર યુવાઓ પ્રવર્તમાન યોજાયેલી વિદ્યાસહાયકની ભરતી પ્રકિયાનો પણ લાભ મેળવી શકેલ નથી. તો આ બાબતે યોગ્ય નિર્ણય કરી ધટતું કરવા આશાસ્પદ ઉમેદવારો વતી વિધાર્થી અગ્રણી નિરવ મહેતાએ મુખ્યમંત્રીશ્રી પટેલ અને શિક્ષણમંત્રી શ્રી વાઘાણીને પત્ર દ્વારા રજુઆત કરી છે.

IMG-20220530-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *