ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ.ગામિત ક્વાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે કવાંટ પો.સ્ટે c ગુ.રજી.નં.૧૧૧૮૪૦૦૬૨૦૦૦૯૫ તથાકવાંટ પો સ્ટે ગુ.રજી.નં૧૧૧૮૪૦૦૬૨૦૦૨૩૭ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૮૧,૮૩,૯૮(૨),૧૧૬(બી) મુજબના ગુનાના કામનો આરોપી કેશુભાઇ રમેશભાઇ રાઠવા રહે.આમસોટા તા.ક્વાંટ જી.છોટાઉદેપુર નાઓ ક્વાંટ બજારમાં આવેલ છે જે બાતમી હકીકત આધારે સદરી ઇસમની ક્વાંટ બજારમાં વોચ તપાસ કરતાં પોતાના ક્વાંટ બજારમાંથી મળી આવતા તેની વિરૂધ્ધમાં કાયદેસર કરવામાં આવેલ છે. આમ બે વર્ષથી પોતાની ધરપકડને ટાળી નાસતો ફરતો હોય આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


