Gujarat

છેલ્લા ૧૫ દિવસમાં જિલ્લામાંથી ૫૯ મતદારોએ ચૂંટણી કાર્ડને લગતી માહિતી મેળવી

વિધાનસભાની સામાન્ય-૨૦૨૨ને લઇને મતદારોની ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ અંગે જિલ્લા લાઇઝ ૧૯૫૦ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. જેમાં મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદો અંગે સંતોષકારક માહિતી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખામાં કાર્યરત આ હેલ્પલાઇન નંબર પર છેલ્લા ૧૫ દિવસમાં ૫૯ લોકોએ ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર પોતાની ફરિયાદો અંગે માહિતી મેળવી છે.

જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી કોઇ ફરિયાદ હોય તો તેની માહિતી માટે જિલ્લા ચૂંટણી શાખામાં ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવી છે. જેમાં તા.૧ થી ૧૫ નવેમ્બર સુધી ૫૯ મતદારોએ કોલ કરી ચૂંટણી કાર્ડ બાબતે માહિતી મેળવી છે. સામાન્ય આ હેલ્પલાઇનમાં મતદારો ચૂંટણી કાર્ડ બનાવવા, નામ નોંધવવા, સરનામુ બદલાવવા, ચૂંટણી ન મળ્યું હોય, ચૂંટણી કાર્ડ ખોવાય ગયાની ફરિયાદો કરતા હોય છે જેને હેલ્પલાઇન પર હાજર કર્મચારી દ્વારા મતદારોને સંતોષકારક માહિતી આપી તેમની ફરિયાદનું નિરાકરણ લાવે છે.

voter-helpline3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *