Gujarat

છોટા ઉદેપુર આરોગ્ય નાં શાખા નાં નેશનલ હેલ્થ મિશન નાં 11 માસ કરાર આધારિત કર્મચારીનાં માસિક વેતન માં સુધારો તેમજ માંગણીઓ મંજૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ નાં નેશનલ મિશનનાં 11 માસ 11 માસ કરાર આધારિત કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક કામગીરી અને વફાદારી પૂર્વક ફરજો અદા કરી રહ્યા છે, પરંતુ એના બદલા માં કર્મચારીઓને ઓછું વેતન આપી આર્થિક ભેદભાવ રાખવામાં આવે છે તેમજ કર્મચારી ઓને ઉપલા અઘિકારીઓ નોકરી માંથી કાઢી મુકવાની ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી ગુજરાત રાજ્યનાં કર્મચારી ઓ ને ગુલામી હોવાનો એહસાસ કરી રહ્યા હોય તેમ જણાવ્યાં હતા.

આરોગ્ય વિભાગ કરાર આધારિત કર્મચારીઓએ આપેલા આવેદન પત્ર માં જણાવાયું છે કે 26 પ્રકાર ના કેડર નાં કુલ 503 જેટલાં કર્મચારીઓને કાયમી કર્મચારી ઓ જેમ કામ કરાવી રહયાં છે, કોરોના કાળ માં તેમણે પોતનાં જીવના જોખમે શનીવાર તેમજ રવિવાર તથા જાહેર રજા નાં દિવસે પણ પોતાની ફરજો બજાવેલ હૉય એને ઘણાં કર્મચારીઓ 15 વર્ષ કરતા વઘુ સમય થી ફરજ બજાવેલ છે.
આરોગ્ય વિભાગ નાં કરાર આધારિત કર્મચારી 15 જેટલાં મુદ્દાઓ નાં ઉકેલ માંટે આપેલ આવેદન પત્ર માં જણાવાયું છે કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રાજ્યના નેશનલ હેલ્થ મિશન નાં સંગઠન દ્વારા જે આદેશ આપવામાં આવે તેનું પાલન કરી આંદોલન ને ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે
રિપોટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220919-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *