Gujarat

છોટા ઉદેપુર જિલ્લા માં વન વિભાગ માં વોચમેન તરીકે ફરજ બજાવતા હંગામી વોચમેનો આમ આદમી પાર્ટી નાં પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો અર્જુન રાઠવા ને મળી ને પ્રશ્ન નાં ઉકેલ માટે રજૂઆત કરી

છોટા ઉદેપુર જિલ્લાના ડોલરિયા રંગપુર, પાનવડ, નસવાડી, કવાંટ સહીત તમામ રેન્જ માં ફરજ બજાવતા વોચમેનો ને સરકાર નાં ધારા ધોરણ મુજબ મહેનતાણું આપવામાં આવતું નથી. તેમજ વોચમેનો વાઉચર પર સહી પણ લેવામાં આવતી નથી પુરૂ મહેનતાણું પણ આપવામાં આવતું નથી,  તેમજ તેઓને રાત્રિના સમયે ફરજ બજાવવા બેટરી કે યુનિફોર્મ પણ આપવામાં આવતાં નથી. આજે પણ જંગલો જે સચવાયેલા છે તે  આ વોચમેનો ને કારણે સાચવેલા છે,
વન વિભાગ માં હંગામી ધોરણે વોચમેન તરીકે  ફરજ બજાવતા કર્મચારી ઓ મોટી સંખ્યા માં આમ આદમી પાર્ટી ખાતે પ્રો અર્જુન રાઠવા ને આવેદપત્ર આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220919_174806.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *