Gujarat

છોટા ઉદેપુરમાં વિદેશી દારૂ સહિતના મુદામાલ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાની અવનવી તરકીબો ખેપિયાઓ અજમાવતા હોય છે. ત્યારે આવી તરકીબો પણ પોલીસ દ્વારા ડીકોડ કરીને દારૂ લઈ જતા ખેપિયાઓને ઝડપી પાડવામાં આવે છે. આવી અવનવી તરકીબો છોડીને જૂની પુરાણી તરકીબ અજમાવીને પલ્સર બાઈક ઉપર વિદેશી દારૂ લઈ વાની બાતમી પેટ્રોલિંગ દરમિયાન છોટા ઉદેપુર એલ.સી.બી. પોલીસને મળી હતી. ત્યારે તે અંગે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની પલ્સર બાઈક ઉપર ૧૫૬ બોટલ વિદેશી દારૂ લઈ જતા ટુંડવા ગામનો ખેપિયા કરશનભાઈ દેસિંગભાઈ રાઠવાને એલ.સી.બી.પોલીસ દ્વારા ઝડપી પાડવા આવ્યો છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *