Gujarat

છોટા ઉદેયપુરના બોડેલીમાં ટેન્કર અને કાર અકસ્માતમાં ૧નું મોત

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુરના બોડેલીની નર્મદા કેનાલના એપ્રોચ રોડ પર રાત્રે દૂધના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. મળતી માહિતી મુજબ રાત્રે બોડેલીની બાજુમાં નવાપુરા ગામના વિશાલકુમાર નરપતસિંહ પરમાર પોતાની કાર લઈને બોડેલીની પોતાના ઘરે જતો હતો ત્યારે કેનાલ પાસે સામેથી આવતા દૂધના ટેન્કર સાથે ધડાકાભેર અથડાતા કારનો ભુક્કા બોલી ગયા હતા અને કાર ચાલક વિશાલ નરપતસિંહ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ વાતની જાણ થતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહનો કબજાે મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *