ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ ઘાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંઘે એચ.એચ રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે જેતપુરપાવી વનકુટી ચાર રસ્તા પાસેથી કોલીયાધોર ગામના સંજય ઉર્ફે સચીનભાઇ નમલીયાભાઇ રાઠવા એક હીરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ સાથે પકડી પાડી સદર મોટર સાયકલ અંગે ખાત્રી તપાસ કરતા રંગપર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા સદરી ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓ માંથી મોટર સાયકલ ચોરીઓ કરેલાની કબુલાત કરતા એચ એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓએ પકડાયેલ ઇસમના સગા સંબંધીનો સંપર્ક કરી સચીન તથા તેના સાગરીતોએ ચોરી કરેલ મોટર સાયકલો રીકવર કરવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી કુલ ૦૯ મોટર સાયકલોની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ ઇસમને સી આર પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી તે કાયદેસરની કાર્યવાહી કરી જેતપુરપાવી પોસ્ટ ખાતે સોંપવામાં આવેલ છે.
આમ, મધ્યપ્રદેશ રાજ્યના ઇસમો દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથીવાહન ચોરી કરવામાં આવેલ હોય જે ચોરાયેલ મોટર સાયકલો તથા આરોપીને ઝડપી પાડેલ છે. આ અંગે છોટાઉદેપુર પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ પ્રેસ કોન્ફરન્સ યોજી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


