Gujarat

છોટાઉદેપુર ખાતે આવેલ ડો. ભીમરાવ આંબેડકર હોસ્ટેલ માં રેહતા વિઘાર્થીઓને સુવિધા ન મળતા ગઇકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું ત્યારે આજે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો શંકરભાઈ રાઠવા તેમજ ભાજપની ટીમ દ્વારા હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી,

ડો. ભીમરાવ આંબેડકર હોસ્ટેલમાં વિઘાર્થીઓને જમવાનું જે મેનું પ્રમાણે આપવામાં આવતું નથી હોસ્ટેલમાં 140 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે. તેમાં પણ સંડાસ-બાથરૂમની લાઇન બ્લોક થઇ ગયેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું હોસ્ટેલનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને ધાકધમકી આપવામાં આવતી હતી તેને લઇને હોસ્ટેલના સ્ટાફ સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી વિઘાર્થીઓ દ્વારા ગઈકાલે કલેક્ટરને માંગ કરવામાં આવી હતી, સાથે આજે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો શંકરભાઈ રાઠવા સહીત ભાજપની ટીમ દ્વારા હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તાત્કાલિક નિરાકરણ આવે તેવું અધિકારીઓને જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221215-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *