Gujarat

છોટાઉદેપુર ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ

એક દ્વારા એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર: તા. ૧૮:
 જિલ્લા બાળ સુરક્ષા એકમ, છોટાઉદેપુર દ્વારા તાલુકા પંચાયત,  છોટાઉદેપુરના  સભાખંડમાં એકદિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
 સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત કાર્યરત બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ આવે એ માટે એકદિવસીય સેમીનારનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.
 બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવતી કામગીરી અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી.
 જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાવેદઅલી બલોચ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંગે તેમજ આ અધિનિયમમાં કરવામાં આવેલી જોગવાઇઓ, જુવેનાઇલ જસ્ટીશ એકટ -૨૦૦૫ તથા પોકસો એકટ-૨૦૧૨ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
 છોટાઉદેપુરના સી.આર.સી દિનેશભાઇ રાઠવાએ રાઇટ ટુ એજયુકેશન એકટ-૨૦૧૨માં આપવામાં આવેલા શિક્ષણના અધિકારી અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત સેમીનાર દરમિયાન પ્રશ્નોત્તરીનું સેશન પણ રાખવામાં આવ્યું હતું.
 બાળ સુરક્ષા એકમના પ્રોટેકશન ઓફિસર રવિદાસ રાઠવાએ સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ તથા સંકલિત બાળ સુરક્ષા યોજના અંગે વિસ્તૃત સમજ આપી સ્પોન્સરશીપ યોજના, પાલક માતા-પિતા યોજના, ફોસ્ટર કેર અને આફટરકેર યોજના, દત્તક વિધાન યોજના  તેમજ અન્ય યોજનાઓ અંગે પણ જાણકારી આપી હતી.
 જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠવા, જુવેનાઇલ જસ્ટીશ બોર્ડના હરેશભાઇ પુરોહિત, તાલુકા કેળવણી નિરીક્ષક અરવિંદભાઇ રાઠવા, સી.આર.સીઓ, સુપરવાઇઝરો, સી.ડી.પી.ઓ, નારી અદાલતના પ્રતિનિધિ, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1645187719149.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *