Gujarat

છોટાઉદેપુર ખાતે નારી વંદન ઉત્સવ  અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો 

જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન
 પટેલની ઉપસ્થિતિમાં યોજાયો બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં આવેલા સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની  અધ્યક્ષતામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ની ૨૨મી, જાન્યુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિયાણાના પાનીપત શહેરથી બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમની શરૂઆત કરી હતી એમ કહી તેમણે આ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દિકરીઓ શિક્ષણ મેળવી આર્થિક રીતે પગભર થાય અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય તેમજ સમાજમાં પ્રવર્તતા સ્ત્રી-પુરૂષના જાતિ પ્રમાણમાં વધારો થાય એવો આશય હોવાનું ઉમેરી તેમણે સરકાર દ્વારા સંચાલિત અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.
વધુમાં તેમણે કસ્તુરબા પોષણ સહાય યોજના, દિકરી યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે તેમજ આ ઉપરાંત મા યોજના અને મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લઇ કુંટુંબના દરેક સભ્યને રૂપિયા પાંચ લાખનું આરોગ્ય વિમા કવચ પુરૂ પાડવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીએ જિલ્લામાં પ્રવર્તી રહેલા સ્ત્રી-પુરૂષના જાતિ પ્રમાણ અંગે વિગતે છણાવટ કરી તેમણે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી એકટ અને તેમાં કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતે છણાવટ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિહાંગભાઇએ ૧૮૧-અભયમ હેલ્પલાઇન અંગે ઉપસ્થિત બહેનોને વિગતે જાણકારી આપી હેલ્પલાઇનની એપ્લિકેશન અંગે પણ જાણકારી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં જોહરાબેન લાખાણી અને રણછોડભાઇ અને સ્ટાફે પ્રાર્થના અને બેટી બચાઓ બેટી પઢાઓ અંગે સંવેદનાસભર ગીતની પ્રસતુતિ કરી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તેમજ આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.આર.સોનીએ આટોપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

02-08-2022_-beti-bachavo-beti-padhavo-karyakram-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *