Gujarat

છોટાઉદેપુર ખાતે પ્રિ મોન્સુન પ્રિપેડનેસ બેઠક યોજાઇ 

વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસા દરમિયાન કરવની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં સંકલન સમિતિ હોલમાં પ્રિ મોન્સુન પ્રિપેડનેસ બેઠક યોજવામાં આવી હતી.
છોટાઉદેપુર ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરે સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તાકીદ કરતા, જિલ્લામા ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકશાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.
છોટાઉદેપુર જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાઈ, તો આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ, અનાજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહી તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી.
આગામી તા. ૧લી, જૂનથી છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવશે. આ કંટ્રોલરૂમ નંબર રજે રજેની વિગતો મોકલી આપવ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગવાર કામગીરીની માહિતી રજૂ કરતા ઇન્ચાર્જ પ્રોજેકટ ઓફિસરે ચોમાસા દરમિયાન તમામ વિભાગોએ સતર્કતા પોતાને સોંપવામાં આવેલી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત કોઇ ચોમાસા દરમિયાન કોઇ આપાતકાલિન પરિસ્થિતિ ઉદ્દભવે તો આપાતકાલિન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરી મોકલી આપવા જણાવ્યું હતું.
વધુમાં એન.જી.ઓની યાદી, તરવૈયાઓની યાદી, વોરટ ગેજ મશીનોની તપાસણી કરવા, લાઇફ જેકેટ, બોટ સહિતના સાધનો ચકાસી લેવા, તેમજ ડિવોટરિંગ પંપ સહિતના સાધનો તૈયાર રાખવા માટે જણવવામાં આવ્યું હતું. ઉપરાંત આપાતકાલિન પરિસ્થિતિ દરમિયાન સ્થળાંતર કરવાની ફરજ પડે તો આશ્રયસ્થાનોની ઓળખ કરી રાખવા અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં આરોગ્ય વિભાગ, વન વિભાગ અને મધ્ય ગુજરાત વિજ કંપની સહિત અન્ય વિભાગોને તેમના ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા તથા કંટ્રોલ રૂમ શરૂ કરી નંબરો મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ દરેક તાલુકામાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ થઇ જાય તેની તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઇ, નાયબ કલેકટરો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર એ.આર.રાઠવા, અન્ય કાર્યપાલક ઇજનેરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *