Gujarat

છોટાઉદેપુર ખાતે બ્લોક લેવલનો હેલ્થ મેળો યોજાયો.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રના પટાંગણામાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો.
સમગ્ર રાજયમાં શરૂ થયેલા બ્લોક હેલ્થ મેળાઓની શ્રૃંખલામાં છોટાઉદેપુર ખાતે યોજવામાં આવેલા બ્લોક હેલ્થ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. હેલ્થ મેળાનો આશય સ્પષ્ટ કરતા તેમણે કીધું હતું કે, લોકોમાં જાગૃતિ આવે અને લોકો વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓથી માહિતગાર થાય એ માટે મેળો યોજવામાં આવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે વિગતે છણાવટ કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્તિદીઠ રૂપિયા પાંચ લાખની કેસલેશ સારવાર ઉપલબ્ધ થાય એ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ આપવામાં આવે છે જે તમામે કઢાવી લેવા જોઇએ એમ જણાવી તેમણે નિરામય ગુજરાત સહિત આરોગ્ય અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ફાયદાઓ અંગે જાણકારી બાકી રહી ગયેલા છોટાઉદેપુરના નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ મેળવી લેવા અનુરોધ કરી તેમણે નિરામય ગુજરાત અંતર્ગત ૩૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોએ નિયમિત રીતે પોતાનું હેલ્થ ચેક-એપ કરાવી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અન્ય મહાનુભાવોએ આંગણવાડીના ભૂલકાઓને દફતર બેગ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અને અટલ સ્નેહ યોજનાના લાભાર્થીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. યોગ કોર્ડિનેટર ઘનશ્યામભાઇ રાઠવા અને તેમને ટીમને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોનીએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ યોગ નિદર્શન કર્યું હતું. આભારવિધિ ટી.બી અધિકારી ડૉ. ભરતભાઇ ચૌહાણે આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઇ વાંસદિયા, કારોબારી ચેરમેન ઉમેશભાઇ રાઠવા, ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, અન્ય પદાધિકારીઓ અધિકારી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

18-04-2022_-block-health-mela-5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *