Gujarat

છોટાઉદેપુર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો 

છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
 કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૩માં છોટાઉદેપુરને અલગ જિલ્લાના દરજજો આપ્યાને એક દાયકા કરતા ઓછા સમયમાં વિકાસની અકલ્પનીય હરણફાળ ભરી છે એમ જણાવી તેમણે સરકાર દ્વારા છેવાડાનો માનવી પણ વિકાસની મુખ્યધારામાં સામેલ થાય એ માટે અમલમાં મુકવામાં આવેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરીની ફળશ્રુતિરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના નાાનમાં નાના ગામમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થવા પામી છે એમ કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરી સરાહના કરી હતી.
 આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરી સરાહના કરી સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી. વર્તમાન સરકાર દ્વારા ગામડે ગામડે રોડ, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું.
 કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ છોટાઉદેપુર પ્રાંત વિસ્તારમાં વિવિધ વિભાગોના ૮.૪૨ કરોડના ૨૦૨ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
 કાર્યક્રમમાં જેતપુરપાવી તાલુકા પંચાયત પ્રમુખ, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

12-09-2022_-vishwasthi-vikas-karyakram-chhotaudepur-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *