Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ આજે જિલ્લાની એક શાળામાં   વિદ્યાર્થીના અને શિક્ષકનો રોલ અદા કરતા જોવા મળ્યા, કલેક્ટર સ્તુતિ ચારણે સ્કૂલ ઓફ એક્સલેન્સ માં સમાવિષ્ટ દેવહાટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી,

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા ખાનગી શાળાઓની જેમ આધુનિક ટેકનોલોજી થી સજ્જ બનાવવા રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની અંતરિયાળ અને ગામડાઓની 60 પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ આવરી લઈ તેમાં જરૂરી તમામ સુવિધાઓથી શાળાને સજ્જ કરવામાં આવી છે, બાળકોને અવ્વલ દરજ્જાનું સારું શિક્ષણ આપવા સૌ પ્રથમ શાળાઓ અને તેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને સજ્જ કરવું જરૂરી છે,ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ તૈયાર કરાયેલા 60 શાળાઓની શૈક્ષણિક અને વહીવટી કામગીરીની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ દ્વારા હાલ ચકાસણી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટિમને સાથે રાખીને છોટાઉદેપુર તાલુકાની દેવહાટ પ્રાથમિક શાળાની મુલાકત લીધી હતી,જેમાં એક વર્ગ ખંડમાં ખુદ જિલ્લા કલેક્ટર બેન્ચ ઉપર બેસી વિદ્યાર્થીના રોલમાં જોવા મળ્યા હતા તો એક વર્ગ ખંડમાં ખુદ કલેકટર શિક્ષકના રોલમાં જોવા મળ્યા હતા,મુલાકાત દરમિયાન શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ ,g shala એપનો ખુબજ સારો ઉપયોગ જોવા મળ્યો,જોકે કલેક્ટર દ્વારા કરાયેલી ચકસણી દરમિયાન શૈક્ષણિક વધુ મહેનત કરવામાં આવે તો શાળાને યલો માંથી ગ્રીન ઝોન માં લાવી શકાય તેવી ટકોર કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220331-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *