Gujarat

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી સ્તુતિ ચારણે  તાલુકા શાળા નં. ૧ પર સખી મતદાન મથકે જઇ મતદાન કર્યું  

છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે છોટાઉદેપુર ખાતે આવેલી તાલુકા શાળા નં. ૧ ખાતે બનાવવામાં આવેલા સખી મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના બીજા તબકકામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જે દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું.
 છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં તેમની સહભાગીદારી નોંધાવી હતી. તેમણે છોટાઉદેપુર જીલ્લાના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221205-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *