આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયતની ટીમ દ્વારા નવનીયુક્ત ભારતીય જનતા પાર્ટીના બનેલ મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, મુકેશભાઈ પટેલ સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ વાસડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન રાઠવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અંજુબેન, પૂર્વ ધારાસભ્ય વેચાતભાઇ બારીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા નવ નિયુક્ત બનેલ મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


