કારોબારી સભા, તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારોનું સ્નેહ મિલન પૂર્વે સત્ય નારાયણની કથા અને 2જી ઓક્ટોબર હોઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ જયંતિની ઉજવણી વગેરેનું આયોજન કરાયું હતું .કારોબારીમાં વિવિધ પ્રશ્નો જેવાકે કારોબારી સભા, તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારોનું સ્નેહ મિલન પૂર્વે સત્ય નારાયણની કથા અને 2જી ઓક્ટોબર હોઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ જયંતિની ઉજવણી આયોજન કરાયું હતું
આજ રોજ છોટાઉદેપુર તાલુકા શાળા -૧ ખાતે જિલ્લા પ્રા.શિક્ષક સંઘની નવીન ચૂંટાયેલી બોડીની પ્રથમ કારોબારી સભા પ્રમુખ શૈલેષભાઇ રાઠવા ની અધ્યક્ષતામાં યોજવામાં આવી જેનું સફળ સંચાલન મહામંત્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. રાજ્ય સંઘના ઉપ પ્રમુખ માધુભાઈ રાઠવાની હાજરીમાં કારોબારી પહેલા જિલ્લામાં શિક્ષકોના હિત માટે સત્ય નારાયણની કથા કરવામાં આવી. કારોબારીમાં શિક્ષક હિત અને શિક્ષણની ચિંતા વ્યકત કરતા કેટલાક પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કારોબારીમાં વિવિધ પ્રશ્નો જેવાકે જુની પેન્શન યોજના મળે તે માટે બાબતે વિસ્તૃત ચર્ચા બેઠક માં થઇ
છોટાઉદેપુર જિલ્લાના નવ નિર્મિત શિક્ષક ભવનનું વર્ષ 2023માં શિક્ષકો માટે ખુલ્લું મુકવા બાબત સંગઠન વધુ મજબૂત બનાવવા બાબત શિક્ષકોના પુરવણી બિલો, પગરબીલ, અને તમામ પ્રકરના બિલો વહેલી તકે પુરતતા કરવા બાબત.પ્રિ ઓડિટ નો સખત વિરોધ અને પ્રક્રિયા સરળ બનાવવા બાબત. કોવિડ 19ના હુકમો , અનાજ વિતરણ, ધન્વંતરી રથ ની કામગીરીના હુકામોની વળતર રજાઓના હુકમો વહેલી તકે કરવા આવે તેવી વિવિધ પ્રશ્નોના ચર્ચા કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

