છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવામાં આવ્યો જેમાં મોટી સંખ્યા માં ભાજપ કાર્યક્રતા ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ સંગઠન હોદ્દેદારોએ ફટાકડા ફોડી જીતની ખુશી મનાવી હતી અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રંસગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો શકર ભાઈ રાઠવા એ જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને ભવ્ય જીત મેળવી છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ માં છે જેમાં તમામ પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલ્યું છે અને જેને લઇને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ખૂબ ઉત્સાહમાં છે અને ગમે તે રીતે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એ રીતે તત્પર રહેવા ના છે આગામી દિવસોના અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કમળ 182 સીટો પર ખીલે એ માટે તમામ કાર્યકર્તાઓ એ માટે ઉત્સાહ આવી ગયો છે કારણ કે બધી પાર્ટીઓ નો સુપડા સાફ કરી દીધો છે એના માટે ખૂબ ઉત્સાહ માટે કાર્યકર્તાઓ કામે લાગવાના છે એવું છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવાએ જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત
જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકર રાઠવા, જિલ્લા પચાયત પ્રમુખ મલકા બેન પટેલ મહિલા ભાજપ પ્રમુખ સજ્જન બેન રાજપૂત છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


