Gujarat

છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાધિકા રાઠવાએ આપનો ખેસ પહેર્યો

છોટા ઉદયપુર
છોટા ઉદેપુર જીલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ લોકસભા સાંસદ અમરસિંહ રાઠવાના દીકરી રાધિકા રાઠવાએ કેજરીવાલના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. છોટા ઉદેપુર જીલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ લોકસભા સાંસદ અમરસિંહ રાઠવાની દીકરી રાધિકા રાઠવાએ ૨૫ ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આદિવાસી મહિલાઓ માટે કામ કરવાનું શરુ કર્યું હતું. તેમણે આદિવાસી મહિલાઓને સેનીટરી પેડ આદિવાસી મહિલાઓ સુધી પહોંચાડીને મોટું કામ કર્યું હતું. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાધિકા રાઠવાએ રાજકીય પાર્ટીમાં રહીને કામ કરવાનો વિચાર કરીને આમ આદમી પાર્ટીમાં જાેડાવાનું નક્કી કરીને અરવિંદ કેજરીવાલના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જાેડાતાં જ જેતપુર વિધાનસભા બેઠક માટે નક્કર ઉમેદવાર તરીકે પણ ઉભરી આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા આપના ઉમેદવાર ચૂંટણી લડતા રાજકીય ગરમાવો જામશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *