Gujarat

  છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ એક સાથે શિક્ષણ જગતના આઠ પ્રશ્નો નો સરકારશ્રી દ્વારા ઉકેલ લાવતા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી નો આભાર માને છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે શિક્ષણ મંત્રી સાથે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ની બેઠકમાં   શિક્ષણ જગતના વર્ષોથી વણઉકેલ્યા આઠ અતિ મહત્વના પ્રશ્નો નો સુખદ ઉકેલ આવતા શિક્ષકો અને કર્મચારીઓ માં ભર ઉનાળે દિવાળી નો તહેવાર હોય તેમ આનંદ તેમજ ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે. આ અંગે છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ જણાવે છે કે, ઘણાં લાંબા સમય થી સંચાલક, આચાર્ય, શિક્ષક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ને લગતા પ્રશ્નો ઉકેલાયા નહોતા.  રાજ્યની સંવેદનશીલ સરકારના સંવેદનશીલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ ખૂબ જ ટૂંકા સમયમાં શિક્ષણ આલમના હિતો ને પ્રાધાન્ય આપીને એક સાથે આઠ પ્રશ્નો નો સુખદ ઉકેલ લાવ્યા છે તે બદલ છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી તથા સરકારનો આભાર માની સરકારશ્રી ની સંવેદનશીલતા ને બિરદાવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220518-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *