વિઓ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અંતર્ગત વિવિધ સરકારી વિભાગના અઘીકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંકલન કેળવાય.. સેતું બંધાય અને સાથે કર્મચારીઓ તણાવમુક્ત બનવાની સાથે શારીરિક તંદુરસ્ત બને તેવા ઉમદા હેતુથી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ છોટાઉદેપુર દ્વારા આંતર વહીવટી પાંખ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 11 થી 19 મેં દરમિયાન તેજગઢ ખાતે મનરેગા અંતર્ગત બનાવાયેલ મેદાનમાં યોજાઈ હતી જેમાં રેવન્યુ વિભાગ,જિલ્લા પંચાયત,પ્રાયોજના વિભાગ,તાલુકા પંચાયત,પોલીસ વિભાગ ,ન્યાયાલય વિભાગ,ભૂસ્તર વિભાગ,નગરપાલિકા વન વિભાગ મળી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો, પ્રાયોજના અને જિલ્લા પંચાયત વચ્ચે યોજાયેલ ફાઇનલ મેચમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી,જિલ્લાપંચાયતની ટીમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ વિભાગની ટીમમાં વિભાગના વડાએ મેચમાં રમી ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ગઈકાલે ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો ,જેમાં સાંસદ ગીતાબેન રાઠવા ,જિ. પં. પ્રમુખ ,કલેક્ટર ,DDO ઉપસ્થિત રહ્યા ,વિજેતા અને રનર્સ અપ ટિમ સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ ,અમ્પાયર ,કૉમેન્ટેટર,સ્કોરર અને આયોજકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી ,ક્રિકેટનું મેદાન અને ખેલાડીઓને જોઈને મંત્રી નિમિષાબેન સુથારને કોલેજમાં રમેલ ક્રિકેટના દિવસો યાદ આવી જતા તેમણે ક્રિકેટ રમવાની ઈચ્છા દર્શાવી અને હાથમાં બેટ લઈ બેટિંગ અને બોલને સ્વીન્ગ કરતી બોલિંગ કરી હતી સાથે સાંસદ ગીતાબેન ,કલેકટર સ્તુતિ ચારણ ,જિ. પં પ્રમુખ મલાકાબેન પટેલે પણ બેટિંગ અને બોલિંગ કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


