Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ખાતે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામ ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.

વિઓ:
      પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામ માં ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે.
 છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આ પ્રવુતિઓ સાથે જોડાયેલા પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ ના સભ્ય એ જણાવે છે કે જૂન -જૂલાઇ મહીનાઓમા આમેય લોકો ને બીયારણ,ખાતર દવા ઉપરાંત ખેતી માં વાવણીને  લઈ આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે અને એજ સમયે  બાળકોને અભ્યાસ અર્થે જરૂરી સ્ટેશનરી ખરીદી કરવા ની જરૂર પડતી હોય છે જે રીતસર નું અઘરું થઇ પડતું હોય છે, જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ એક થી ધોરણ આઠ સુધી ના ૧૭૦ થી વધુ વિધાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ની શૈક્ષણિક કીટ તૈયાર કરી ને વિતરણ કરવામાં આવ્યું હતું.
     પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો એ જણાવ્યું હતું કે પાણીબાર ગામ માંથી નોકરી કરતા કર્મચારીઓ -અધિકારીઓ તથા ગામ ના શિક્ષીત અને જાગ્રુત યુવાનો ના ગ્રુપ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી  બાળકો માટે શૈક્ષણિક કીટ તૈયાર ને આપવા જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે ખુબ જ સારી બાબત છે,આવી સરાહનીય પ્રવુતિઓ કરવામાં આવે છે તે  વિસ્તાર તથા અન્ય ગામો માટે અને સમાજ માટે પ્રેરણા રુપ અને દિશાસૂચક છે તેમ જણાવ્યું હતું.
    જ્યારે પાણીબાર પ્રાથમિક શાળા ના આચાર્ય એ શાળા ના વિદ્યાર્થીઓ ને  ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ થી આનંદ ની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી અને આવનારા વર્ષોમાં પણ આ સેવાકીય પ્રવૃતિઓ અવિરત પણે ચાલુ રહેશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
      આ ઉપરાંત ચાલુ વર્ષે ૩૦ જૂને પાણીબાર ગામ માંથી મધ્ય ગુજરાત વીજ કંપની માં થી વય નિવૃત થયેલા બચુભાઈ રાઠવા ઉપરાંત અગાઉ ના વર્ષો દરમ્યાન વિવિધ વિભાગોમાં ફરજ બજાવી વય નિવૃત થયેલા ૧૧ જેટલા કર્મચારીઓ/અધિકારીઓ નું પણ આ તબક્કે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220702-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *