છોટાઉદેપુર થી વડોદરા પ્રતાપનાગર રેલવે લાઈન ઉપર એક બ્રિજ પાસે ટ્રેકની RCC ની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડતા રેલવે ટ્રેકનું ધોવાણ થયાની ઘટના સામે આવી છે, બોડેલી તાલુકાના પાટણા ગામ પાસેથી પસાર થતા કોઇ કોતરમાં રાત્રી દરમિયાન થયેલા ભારે વરસદને લઈ પુર આવ્યું હતું અને તેને લઈ પુલ પાસે રેલવે ટ્રેકની RCC ની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડ્યું હતું , ગાબડું પડતા રેલવે ટ્રેક ની નીચે પણ ધોવાણ થતા ટ્રેક નીચેથી ખુલ્લી થઈ હતી,જોકે રેલવે વિભાગની સાતરક્તને લઈ મધ્ય રાત્રીએ રેલવે વિભાગને જાણ થતાંજ આજે સવારે વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર આવતી ટ્રેન ને છુછાપુરા ખાતે અને છોટાઉદેપુર થી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી ખાતે રોકી દેવામા આવી હતી, કહી શકાયકે રેલવે વિભાગની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી છે, જો ટ્રેન અહીંથી પસાર થાય તો ચોક્કસ ટ્રેનના ડબ્બા ગબડી પડે અને કોટરના ધસમસ્તા પાણીમાં જઈને પડત…રેલવે વિભાગના ઇજનેરના જણાવ્યા દ્વારા યુદ્ધના ધોરણે 80 લેબર ને કામે લગાડી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, ખાસ વેગન દ્વારા સેન્ડબેગ લાવી ગાબડા ને પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને સાંજ સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં આ રૂટ ઉપર પુનઃ ટ્રેન ની અવરજવર શરૂ કરી દેવાશે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર